Gujarati Quote in Motivational by Pankil Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશ પ્રત્યે ઈમાનદારી...

દેશ પ્રત્યે ઈમાનદાર હોવું એ રાષ્ટ્રનિર્માણનો સૌથી મજબૂત પાયો છે.

મારું સ્પષ્ટપણે માનવું છે કે, " ઈમાનદારીથી મોટો રાષ્ટ્રવાદ તથા રાષ્ટ્રભક્તિ કોઈ નથી ".

પોતાનાં રાષ્ટ્ર પ્રત્યે ઈમાનદાર હોવું એટલે,રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં વ્યક્તિ દ્વારા આદરવામાં આવતો સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રયત્ન.

ઈમાનદારી, દેશનાં કાયદા અને નિયમોનું અનુશાસનથી પાલન કરવામાં, સ્વચ્છતામાં, કરવેરો ભરવામાં, રાષ્ટ્રીય સંપત્તિની સાચવણી તથા વ્યય થતો અટકાવવામાં, અભિવ્યક્તિની આઝાદીનાં નામે દેશ વિરુદ્ધ થતાં વાણીવિલાસ ન કરવામાં !

જાહેર જીવનમાં આ કરવું કદાચ ઘણાંને અશક્ય અને એટલું સાપેક્ષ ન પણ લાગે, તેમ છતાં વ્યક્તિગત રીતે આ શક્ય છે.

સામાજિક ક્રાંતિ એમ જ આવી જતી હોત તો દુનિયા ક્યાં હોત. આ વૃક્ષનું બીજારોપણ કરવું એ તો આપણા હાથમાં છે જ અને રહેવાનું !

બેઈમાની અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવી ત્યારેજ વાજબી છે જ્યારે વ્યક્તિગત રીતે આપણે પોતે રાષ્ટ્ર પ્રત્યે ઈમાનદાર હોઈએ.

વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ છે તેમ," जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ".

પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ ઈમાનદારીથી રાષ્ટ્રને સમર્પિત હોવો.

માં ભારતીને ઈમાનદાર થવાનાં આ તરંગ સમગ્ર દેશમાં જો અનુભવાય, તો... જય કનૈયા લાલકી !

- પંકિલ દેસાઈ

Gujarati Motivational by Pankil Desai : 111547632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now