#ભોળો
ગુલોની રાહમાં આ કોણ નાખતું રોળા,
વદન જો ચાહતું હસવા 'ને પામતું રોણા.
અમારે હાથ હજ્જારો, હજારો કામ કરે,
કહો, ક્યાં હાથ એ હાથોના વાવતું રોપા ?
અહીં તો સ્વપ્નમાં બોળ્યાથી થાય છે મેલા,
છતાં મન હરકતી હાથોને માનતું ભોળા.
ભલેને હોઠ પર રમતી રહે બોધ કથા,
અસર ના આપણાં હોવાની પામતું ઓઠાં.
બધા એ શબ્દને સાધીને કાં અટક્યા નહીં -
નવાણો ગાળતું કોઈ કે ખાળતું જોવા ?
--મનોજ શુક્લ.