મીઠી વીરડી મારાં ગામમાં ,,તો શહેરમાં શું કામ,
એ ય ધૂળનાં ઢેફાં નેં પાદરે ગામનો ચોરો,,તો મારે શહેરમાં શું કામ.
બપોરેનું મજાનું રોટલાનું ભાથું ને સાથે સૌ હારે કરું હું તો વાળું, તો મારે શહેરમાં શું કામ,
એ મજાના લીમડાના છાંયે ખાટલે નિંદર માણીએ,તો મારે શહેરમાં શું કામ.
ઘનઘોર નિશામાં ચમકે તારલિયા અને રૂપાળો ચાંદ,
કલશોર કરતાં પેલાં પંખીડાઓની સવાર,, તો મારે શહેરમાં શું કામ.
માયાળું માણહ અને સુખદુઃખનાં સાથીઓ,
નહીં પરાયાં ને અજનબી માણસો તો મારે શહેરમાં શું કામ.
રુપ ✍️
#ગામડું