થઈ ગઈ!!!
દર્પણમાં, એક એવી તડ પડી ગઈ,
ચહેરા પર એક કરચલી, ઘર કરી ગઈ!
દુખને ચાહવાની, આદત પડી ગઈ,
સમયને ધીમેથી ચાલવાની, ટેવ પડી ગઈ!
પંખીઓની ટ્વીટ, ટ્વિટરમાં કેદ થઈ ગઈ,
કોયલની કુક, હવે રિંગટોન થઈ ગઈ!
શેરીની રમતો, ઇતિહાસ થઈ ગઈ,
ઓનલાઈન ગેમમાં, યુવાની બરબાદ થઈ ગઈ!
જિંદગીમાં, કપટની રમત વધી ગઈ,
જોને,માણસાઈની આજે, કિંમત ઘટી ગઈ!!!
Neha Desai, USA