ધરતી ઉપર જો સૈથી નાનો જીવ હોય તો તે કદાચ કીડી હશે તેમ સૈથી મોટો જીવ પણ હોય તો તે કદાચ હાથી જ હશે આ કીડી ને હાથીની વચ્ચે બીજા નાના મોટા અનેક જીવો આવી ગયા જો તેમના નામની યાદી લખવામાં આવે તો બુકો ઉપર બુકો લખાઇ જાય...
કહેવાનો મતલબ એ છે કે ધરતી ઉપર કરોડો જીવો જીવી રહયા છે કોઇ આકાશમાં ઉડે છે તો કોઇ ધરતી ઉપર જીવે છે તો કોઇ નીચે પાણીની અંદર જીવે છે પણ કુદરતી એક રચનાને દરેક જીવે તેને શાબાશી આપવી પડે..
કારણકે કુદરતે દરેક જીવોમાં એક નર ને નારીની રચના કરી છે કોઇ જીવ તમને નર એકલો કે નારી એકલો જોવા નહી મળે તેનુ કારણ જાણો છો!
કારણકે કુદરતને આ સૃષ્ટીને કાયમ ચલાવવી છે અને એ ચલાવવા માટે બંન્નેની રચના કરવી પણ જરુરી છે નહી તો એક પછી એકના મરણ થયા પછી તેની આ રચનાનો પણ કાયમ માટે નાશ થઇ શકેછે માટે આવી નર ને નારી ના જીવની ઉત્પતિથી તેની સૃષ્ટી હજારો વરસો સુધી ચાલી શકેછે
હવે આ નર ને નારી વચ્ચે એક ચીજ છુપાયેલી છે તે છે બંનેમાં રહેલુ નાનુ દિલ જે એકબીજાને આકર્ષેછે આથી તેઓ એકબીજાની નજીક આવવાથી એક નવા જીવનો જન્મ થાયછે જે બીજા અનેક જીવોમાં તેનો પણ ઉમેરો થાયછે.
ખરેખર કુદરતને સમજવી ઘણી જ અઘરીછે માટે જ પહેલા કુદરતને ઓળખો પછી જ તમારી જાતને ઓળખો...હુ કોણ! પણ આપણે તેની આગળ કંઇજ નથી..માત્ર એક શુન્ય.