જોયો કદી પુરુષને
દિકરી પત્નિ કે માતાના
ઇનર ને ધોતા, સુકવતા કે સંકેલતા?
સિવાય કે મજબૂરી માં!!!
નહિ ને??
હા, તમે રોજ જુવો છો ને
સ્ત્રી ને દિકરા, પતિ પિતા
દાદા, કાકા, દિયર, બધાયના
ઇનર ધોતા સુકવતા કે સંકેલતાં.
તમે કહેશો,
આ તો જબરું બેશરમ વાત કરે છે,
એ તો ઘરેઘરે બધાય કરે છે.
એમાં ક્યાં નવાઈ છે,
કામ તો કરવું જ પડે ને!
પણ,
આ કડવી સચ્ચાઈ છે,
સ્ત્રી ના કપડા ધોતા
સુકવતાં, સંકેલતા
પુરુષ નો અહમ ઘવાય છે.
અમારે કંઇ શીખવવું નથી તમને,
કોઈ અપેક્ષાઓ નથી,
મૂળ વાત તો
અરીસો ધરવાની છે,
લ્યો જોઈ લ્યો
તમારા નારીવાદ નું
પ્રતિબિંબ કેવું દેખાય છે???