હવા ને શ્વાસ વચ્ચે ભીસાતો રહું
તારા મૌનના ધબકારા સાંભળતો રહુ
આભાસી છબી ના અભાવમાં,
તારી યાદથી શબ્દોના આકાર ગોઠવતો રહ્યો,
જોઈ છે નરી આંખે મૈત્રી દુનિયાની અમે,
જિંદગીની આ ક્ષણોમાં,
ઝાઝવાની પ્યાલીઓ પીતો રહું.
આંસુથી ઝળહળે આ આંખો,
જીવનની હર પળ હસતો રહું...