# જીવન જીવવાની કળા
કર વિચાર તૉ પામ ✍🏻
હૈયે આજે ખુબ અકડામણ થઈ
અચાનક બારી ઉપર નજર ગઇ
એક ચકલી ને આનંદ થી
ચિચિયારી કરતાં જોઈ
અદેખાઈ થઈ મને તેને આનંદિત જોઈ
અનાયાસે જ તેને વાત પૂછાઇ ગઇ
કેવી રીતે આટલી આનંદિત રહી શકે તું
સદી ઓ થી ફક્ત ચોખા ની ચણ લઈ ?
વાત સાંભળી મારી એને મનુષ્ય ની વાચા થઈ
રે ભલા આદમી બુદ્ધિ તૉ તને અમારા કરતા
અનેક ઘણી મળી ગઇ
ઇચ્છા ઓ ની વણજાર લગાવી તે
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ
મલ્યું જે મોજ થી મ્હાણિલે
ભેગું કરવાની ઇચ્છા તજી દઈને
સંતોષ ની મૂડી સાચવી રાખજે ,
જૉજે દેખા દેખીમા એ ખોવાય નહી
હૈયા ની અકળામણ ઓછી કરી
એ ચકલી તૉ ઉડી ગઇ
શ્રી શ્રી શ્રી જેવા મસ મોટા વિશેષણ
વગર એ નાની સી ચકલી
આર્ટ ઓફ લિવિંગ શીખવાડી ગઇ