પામવા છતાં પણ પામી ના શક્યો,
દુર ના થતા પણ દૂર થઈ ગયો.
એની યાદોમાં હું તડપતો રહ્યો,
ના રડી શક્યો, ના હસી શક્યો.
ક્યાં ગુનાએ મને એનાથી વિખૂટો કરી મૂક્યો,
એ વાત આજ સુધી હું સમજી ના શક્યો.
વર્ષો લગીએ જેના દિલમાં હું રહ્યો,
ન જાણે કોણ આજે ત્યાં વાસ કરી ગયો.
જેણે મારા જીવનમાં પ્રકાશ હતો લાવ્યો,
એજ આજે ફરીથી અંધકાર કરી ગયો.
એને ભૂલવાના પ્રયત્ન હું આજ ઘણા કરી રહ્યો,
પણ ઘડી ઘડી તડપાવી એજ મુજને રહ્યો.
#પામી ના શક્યો