#ચાલાકી નો પરફેક્ટ ઉપયોગ તો કંપનીઓ કરે છે,
કાળાશ દૂર કરો, ગોરી ક્રીમ થી,
કપડાં ધુઓ , લીંબુથી, અને મહેકાવો મોગરા થી,
ખીલ હટાવો ફેસ વોશ થી,
ઘર બનાવો તો સિમેન્ટ થી જ પણ અમારો,
લોન લઈ લો મારા કહેવાથી, પણ હપ્તા તમારા,
શરદી થાય તો આ સુંઘો,
અમારો સાબુ વાપરો ,હિરોઈન પણ એજ વાપરે છે,
શેમ્પૂ વાપરો અને વાળ ના પાંચ દુશ્મનને હટાવો
અમારો સાબુ નાના બાળક જેવી સ્કિન કરી દેશે તમારી,
અમારી ટૂથપેસ્ટ થી તુફાન આવી જશે,
ખોળો હટાવો આ સેમ્પુથી, નહિ તો પ્રેમિકા હટી જશે
વાસણ ધુઓ એનાથી,એક હજાર લીંબુ ફ્રી.
અમારો ૧૦રૂપિયા નો મસાલો નાખો,
પત્ની કરતા અમે સારું શાક બનાવી આપશું