તું જ મારી સાથ ને તું જ સહારો,
તારા વિના કોઈ નહિ મારા સંગાથ,
તું જ મારી લાગણી ને તું જ મારો પ્રેમ,
તારા વિના કોઈ નહિ મારી પ્રેમ દીવાની,
તું જ મારી રાત ને તું જ મારી ઊંઘ,
તારા વિના નથી કોઇ મારી રાતરાણી,
તું જ મારી નદી મે તું જ મારી નાવ,
તારા વિના નથી કોઇ અહી કિનારો,
તું જ પ્રેમ અને તું જ મારી જિંદગી,
તારા વિના નથી કોઇ જિંદગાની.
જીત ગજ્જર