Gujarati Quote in Poem by Neha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ પણ બને!

બારે મેઘ ખાંગા થાય ને, ભીતર રહી જાય કોરું, એમ પણ બને!

વસંત ચારેકોર લહેરાય ને, કોઈક પાંદડું રહી જાય પીળું, એમ પણ બને!

પંખીઓ ટહુકે મોજથી ને, કોઈક ટહુકો એક ખોવાય, એમ પણ બને!

મેઘધનુષ ઉગે સાત રંગોનું ને, કોઈ એક રંગ થઈ જાય બાદ, એમ પણ બને!

દિલ ધડકે ખુબ પ્રેમ થી ને, ધડકન એક ખોવાય, એમ પણ બને!

હોય સાત જન્મોનો સાથ ને, હમસફર એક ખોવાય એમ પણ બને!

રોજિંદી સફર હોય જિંદગીની ને, અચાનક રાહ બદલાય, એમ પણ બને!

બસ, આમજ ચાલતાં ચાલતાં , રસ્તે કોઈક ખાસ મળી જાય, એમ પણ બને!!!

Neha Desai, USA

Gujarati Poem by Neha : 111546512
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now