કોઇ કહે કેમ શરમાવ છો તમે
એને કયાં ખબર શરમ ત્યાં જ હોય
જ્યાં લોકલાજ નો ડર હોય છે
કોઇ કહે કેમ ગભરાવ છો તમે
એને કયાં ખબર ગભરાહટ ત્યાં જ હોય
જ્યાં કંઇક ગુમાવવાનો નો ડર હોય છે
કોઇ કહે કેમ ખામોશ રહો છો તમે
એને કયાં ખબર ખામોશી ત્યાં જ હોય
જ્યાં સંબધ તૂટવા નો ડર હોય છે
કોઈ કહે કેમ પ્રેમ કરો છો તમે
એને ક્યાં ખબર જે મજા પ્રેમ માં હોય
એ ક્યાં કોઈ બીજામાં હોય છે