જન્મદિવસ
રોહિત દર વર્ષે રાધાનો જન્મદિવસ ખૂબ જ ધામ -ધૂમથી ઉજવે પાર્ટી રાખે અને સગા વ્હાલા અને મિત્રો ને પણ બોલાવે આખો દિવસ ધામ -ધૂમથી પસાર થાય પરંતુ આ વખતે લોકડાઉન અને કોરોના ને લીધે રાધા નો જન્મદિવસ સદાય થી ઉજવવા ની ફરજ પડી
પાર્ટી તો રાખી પણ એક બીજા સિવાય કોઈ નહીં રોહિત સાથે ડાન્સ કરતા કરતા રાધા ખૂબ જ ખુશ હતી જે જન્મદિવસ એને જે રીતે ઉજવવા ની ઈચ્છા હતી એ આજે પુરી થઈ તેની ઈચ્છા જન્મદિવસ રોહિત સાથે એકાંત માં વિતાવવા અને બને સાથે સમય પસાર કરે એવી કાયમ રહેતી હતી પણ રોહિત જન્મદિવસ ધામ ધૂમ થી ઉજવવા ના રોહિત ના ઉત્સાહ ને જોઈને પોતાની ઈચ્છા ક્યારે વ્યક્ત કરી શકી નહતી
આજે કોરોના ને લીધે મનમાં ને મનમાં આભાર માની રોહિત ની આંખો માં ખોવાઈ જાય છે અને વીતતી દરેક ક્ષણો ને પોતાની આંખો બંધ કરી જાણે આંખો માં એ ક્ષણોને કેદ કરી રોહિત સાથે ના ડાન્સ માં એ ખોવાઈ જાય છે
હેતલ. જોષી... રાજકોટ