Gujarati Quote in Story by Yash Somaiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - કેળા

સવારનાં પહોરમાં સંજયભાઈ અને તેમનો દીકરો નાસ્તો કરવા માટે બેઠાં. સંજયભાઈ મોબાઈલમાં મશગુલ થઈને સૌ કોઈને મેસેજ મોકલવા મંડ્યા. પત્ની પરોઠા પીરસવા આવી. ત્યાં તેમના દીકરાએ કહ્યું કે, પપ્પા.... તમને યાદ છે?

સંજયભાઈએ નજર કરી અને બોલ્યા; હા બોલ શું? પત્નીને પણ ઉત્સુકતા જાગી. જેથી તે ત્યાં જ ઉભી રહી ગઈ.

દીકરાએ કહ્યું; હું પ્લાસ્ટિકની દડી ગળી ગયો'તો અને પછી ખૂબ કેળા ખવડાવ્યાં હતાં!

હા બેટા કેમ યાદ ન હોય? તારી સ્કૂલ, મારી નોકરી અને તારા મમ્મીના ઘરકામમાં ખલેલ પહોંચી હતી.

પત્નીને પણ તે સ્મરણ થયું. ત્યાં દીકરાએ કહ્યું કે, તમે આ મોબાઈલમાં જે "ફેકન્યુઝ" ફેલાવો છો, એનું શું? કેટલાં કેળા ખાશો? પત્ની અને પતિ બંને એકનજરે જોઈ રહ્યાં.....

Spark

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Story by Yash Somaiya : 111546302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now