બહુવિધ પાસાઓ છે એક સ્ત્રી ના,
દીકરી બની જન્મી, બેન બની મોટી થઈ,
વહુ બની સાસરે આવી, પ્રેમિકા બની પત્ની બની,
બાળકો થયા તો મા બની, ભાભી બની,
નણંદ બની, કોઈની પરમસખી બની,
વૃદ્ધ સાસુ સસરા ની નર્સ બની,
પતિ માટે એનો હિસાબ સમભાળતી ખજાનચી પણ બની,
આ બહુવિધ ભૂમિકા ભજવતા ભજવતા એ ખુદ શું છે એ ભૂલી ગઈ,
તોય આ સમાજ કેસે ક તમે આખો દી ઘરે બેસીને કરો છો સુ,
ફકત ઘર સાંભળો છો,
એમને ક્યાં ગતાગમ પડવાની કે સ્ત્રીની આ બહુવિધ ભૂમિકાઓમાં ખુદ જ ભૂલી પડી.
B+ ve
#બહુવિધ