જિંદગીનાં ઝુલમ પણ કંઈ કમ નથી,
એમનાયે સિતમ પણ કંઈ કમ નથી.
જોડવાની રસમ પણ કંઈ કમ નથી,
પાડવાની કસમ પણ કંઈ કમ નથી.
આમ તો, થાય નુકસાન નફરત કરી,
લાગણીનાં ઝખમ પણ કંઈ કમ નથી.
એમને છે ગમી, પ્યારની એ ગલી,
ઝાંઝવાનાં ભરમ પણ કંઈ કમ નથી.
અક્ષ દુનિયા કશો સાથ ના દે ભલે,
આપનાયે સનમ પણ કંઈ કમ નથી.