#પ્રચંડ
હતો પ્રચંડ પ્રેમ એ ધરતી-આકાશ નો,
અનંતે જઈ મળ્યા નામ ક્ષિતિજ બની ગયુ
હતો પ્રચંડ પ્રેમ એ ફુલ- કાંટાળી ડાળ નો,
ફોરમ ફેલાવી મુરજાયુ નામ ગુલાબ પડી ગયુ
હતો પ્રચંડ ભાર એના ભીતર વેદના નો,
લાવા વહાવી નામ જ્વાળામુખી બની ગયુ
હતો પ્રચંડ નશો એની પાછળ ભાગવાનો,
આગળ આગળ જતુ નામ મૃગજળ પડી ગયુ
હતી પ્રેમ ની પ્રચંડ ઝંખના એમને મળવાની,
પ્રેમભરી મુલાકાત નુ નામ "મિલન" પડી ગયુ
હતો પ્રચંડ પ્રેમ નિર્દોષ, નિસ્વાર્થ એમનો,
પૂજનીય પ્રેમયુગલ નામ રાધાકૃષ્ણ બની ગયુ