Gujarati Quote in Funny by Kirtipalsinh Gohil

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

COMPUTER પર એને ને મારે મળવાનું થયું,
બાગ બગીચા વગર અમારે મળવાનું થયું.

ઠંડી ગરમી કે વરસાદ ની કોઈ ચિંતા નથી,
ઘરમાં બેસીને જ ગમે ત્યારે મળવાનું થયું.

એને મળવા માટે જૂઠું બોલવું પડતું નથી,
EMAIL થી જ દિવસે ને રાતે મળવાનું થયું.

છબી એની મૂકી છે SCREENSAVER પર હવે,
દર્શન કરી રોજ એની સાથે મલકવાનું થયું.

ICON એનો છે હવે DESKTOP પર,
DOUBLE CLICK કરી રોજ એને લખવાનું થયું.

થઈ જાય SERVER જ્યારે જ્યારે DOWN,
KEYBOARD પર થોડાંક આંસુને પાડવાનું થયું.

વાતો એની SAVE કરી ખૂટી છે જગ્યા,
એટલે તો HARD-DISK ને મારે બદલવાનું થયું.

CUT ને PASTE કરી ને સમય બચાવ્યો ઘણો,
મારા કેટલાક મિત્રો સાથે એને મળવાનું થયું.

EMAIL એના હવે નથી કદી આવતા રે,
દુઃખી દિલે બધું DELETE મારે કરવાનું થયું.

FLASHBACK ના સંભારણા હેરાન કરે ખરા,
એ ભૂલી ને આ વિશાળ WORLD માં હવે આગળ વધવાનું થયું.
#વિશાળ

Gujarati Funny by Kirtipalsinh Gohil : 111545144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now