આવ ભીતર બારી માંથી દરવાજો પ્રેમ માટે છે
ને તું આમ ખુલ્લે આમ આવે એમાં મજા નહિ
દોસ્તીના નામે કંઇક કારસ્તાન તો જોઈએને
દર વખતે ભોળું બનવું એમાં મજા નહિ
વરસાદી વાતાવરણ બહારથી ભીંજવશે
પણ તું અંદરથી ના ભીંજવે એમાં મજા નહિ
ને તું મિત્ર થયો મારો દિલ થી
તને દિલ ના બનાવું તો એમાં મજા નહિ