Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રચંડ શબ્દએ પ્રલયકારી, વિનાશક ને વિનાશકારી,

કુદરત નો પ્રકોપ થયો, આપણે જ કરી છે છેડછાડી,
પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ થાય,
નદી-નાળા સાગરો ગાંડાતુર થાય,
પર્વતોની શીલાઓ ધસી ને ભો ભેગી થાય,
માનવીઓની દશા બેહાલ અને બેઘર થાય,
કિનારાઓ ધોવાઈને ધૂળધાણી થાય,
બાળક તોફાન કરે ને માં વઢ ખાય,
કરે કોઈ ને ભરે કોઈ તેવો તાલ સર્જાય.

પ્રચંડ શબ્દ એ પ્રલયકારી, વિનાશક ને વિનાશકારી,

વિનાશકારી બુદ્ધિ નો પરચો થાય,
માનવ માનવ નો દુશ્મન થાય,
પ્રચંડ બોમ્બ બ્લાસ્ટનોધડાકો થાય,
માનવના હાડ-માંસના લીરા ઊડી જાય,
કેટલીક માં ઓ ના ખોળાઓ હોમાય જાય,
તો કેટલાક ના સંસાર સળગી જાય,
આંતકવાદ ના નામે કેટલાય ખેલ રચાય,
રાજકારણીઓ અને મીડિયા વાળાઓની
સાથે આમાં કેટલાય ના રોટલા શેકાય.

પ્રચંડ શબ્દ એ પ્રલયકારી, વિનાશક ને વિનાશકારી.


#પ્રચંડ

Gujarati Poem by Urvashi Trivedi : 111544901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now