યુવાવર્ગ મા ઉત્સાહ,ઉમંગ,જોશ,અને પ્રતિભા ના
પ્રચંડ મોઝાં આવતા હોય તે જરૂરી છે,
પણ ઘણા સમય થી જોવામાં આવે છે કે
એ બધા મોઝાં " મોબાઈલ " નામની દીવાલે
મજબૂતાઇ થી રોકી દીધા છે,
યુવાવર્ગ તેમાં ખોવાઈ ગયો છે,
આખો દિવસ ખૂણા માં ભરાઈને બેસી રહેશે,
તમે બોલશો શું ને તે સંભાળશે શું,
વારંવાર ચિડાઈ જશે,
પાચ યુવાન મિત્રો સાથે ઊભા હશે
તો પણ વાતચીત નો અવાજ આવશે નહિ,
ખાવાપીવાના ઠેકાણા નહિ રહેતા હોય,
તમે આખા જીવનમાં જેટલી મોબાઈલ પર વાત નહિ કરી હોય તેટલી તેઓ એક અઠવાડિયા મા કરી લેતા હશે,
સમાજીક કે ધાર્મિક કે કૌટુંબિક પ્રસંગોએ પણ સાવ ઉત્સાહ વગર હાજર રહેશે,
આવા તો ઘણા લક્ષણો દેખાતા હશે તમને પણ યુવાવર્ગમાં,
જો હું સાચો હોવ તો yes કહેશો અને ખોટો લાગતો હોય તો " માફ કરશો " જો yes ની સંખ્યા વધારે હોય તો આ દીવાલ તોડવી જ પડશે.
#પ્રચંડ