જન્મથી આરંભ, ને મૃત્યુ પછી અનંત પ્રવાસ છે,
હડસેલા મારતું જીવન એક પ્રચંડ અંતરાલ છે.
ક્યારેક પ્રકાશ તો ક્યારેક અંધકારમાં થયું આંકલન,
ક્યારેક વસંત તો ક્યારેક પાનખર હૃદયના આંગણે.
ક્યારેક બોલીને તો ક્યારેક મૌનથી કર્યું અર્થઘટન,
કોકની આંખોમાં સ્નેહ તો કોકની નજરોમાં પતન.
ઇચ્છા છે મોક્ષની ભલે, ઈચ્છાઓનું થાય દહન,
ઠોકરો પછી, હવે ન જોઈએ જન્મ મરણનું બંધન.
હું પોતાને પોતાના શબ્દોમાં શોધી રહ્યો હતો,
શેર પર શેર લખાયા ને થયું બધાની વ્યથાનું વર્ણન.
હું મારા શબ્દોમાં શોધુ છું, મારું જ વર્ણન,
પછી સમજાયું કે આતો થયું બધાનું વર્ણન.
#પ્રચંડ