તારી ને મારી એ મિત્રતા!!!
તારી ને મારી એ મિત્રતા,
દિલથી દિલના, તારની છે, અખંડતા!
તારી ને મારી એ મિત્રતા,
શબરી ના એંઠા બોર સમી, એ મધુરતા!
તારી ને મારી એ મિત્રતા,
સુદામાના તાંદુલ સમી, એ અમીરતા!
તારી ને મારી એ મિત્રતા,
ઝાંકળની ચિરકાળ છાપ સમી, એ રુજુતા!
તારી ને મારી એ મિત્રતા,
મૌસમના પહેલા વરસાદ સમી, શીતળતા!
તારી ને મારી એ મિત્રતા,
ચહેરા પર, શિશુના ભાવ સમી, નિખાલસતા!
તારી ને મારી એ મિત્રતા,
લોહીના સંબંધથી પર, જનમોજનમ ની ઋણાનુબંધતા!!!
Neha Desai, USA