મને તું નહીં, તારું હોવાપણું મને ગમે છે.
મને તારું શરીર નહીં, એમાં વસેલો આત્મા મને ગમે છે.
મને તારા નયનો નહીં, એમાં રહેલી અમીનજર મને ગમે છે.
મને તારું હૃદય નહીં, એમાં વસેલી લાગણી મને ગમે છે.
મને તારા અધર નહીં, તારા શબ્દો મને ગમે છે.
મને તારી વાતો નહીં,તારી કરેલી દુઆ મને ગમે છે.
મને તારી અસર નહીં, તારી કરેલી કદર મને ગમે છે.