Gujarati Quote in Motivational by Palak Parikh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-----------------ચુંબક એટલે આકર્ષણ--------------
આ સમય માં મોટા નાના દરેક ને કોઈ ને કોઈ વ્યક્તિ વસ્તુ અથવા કોઈ કાર્ય માટે આકર્ષક હોય જ છે ભલે ને પછી એ લોકો એને કોઈ ની સામે રજૂ કરે કે ન કરે. ઉદાહરણ કે નાના બાળક ને રમત ટેલિવિઝન મોબાઈલ નું આકર્ષક નવજુવાન ને હરવા ફરવા કે પાર્ટી કરવા નું આકર્ષક નાના બાળક ના માતા પિતા ને ખૂબ પૈસા કમાવા ની પોતાના બાળક ને સારું ભવિષ્ય આપવા નું આકર્ષક અને એક ઘરડા માણસ ને એના ઘડપણ માં સમય પસાર કરવા માટે કોઈ ને કોઈ ની સાથે વાત કરવાનું આકર્ષક.
ઉમર ના આ દરેક ઢોળાવ માં દરેક ને પોતાના માટે અલગ અલગ સ્વાર્થ નું આકર્ષણ હોય છે પણ આ દરેક ને એટલે કે આપણા બધા ને એક માણસાઈ નું આકર્ષણ હોય તો કેવું?
માણસાઈ નું નાનું ઉદાહરણ લઈએ તો એમ કે કોઈ પ્રેગનન્ટ છોકરી ને બસ ઉભેલી જોઈ એને સીટ ઓફર કરવી કોઈ અંધ વ્યક્તિ ને એનો હાથ પકડી રોડ પાર કરાવવો કોઈ ઘરડી વ્યક્તિ ને મદદરૂપ થવું કોઈ ગરીબ ને મદદરૂપ થવુ અને કાઈ પણ બોલી ના શકનારા પશુ કે પક્ષી ને મદદરૂપ થવું અને એને હેરાન ન કરવું.
#ચુંબક

Gujarati Motivational by Palak Parikh : 111544409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now