હે ઈશ્વર જે આપે આ જીવનમાં એ ચુંબક જેવું આપજે
જે મરતા દમ સુધી સાથ નિભાવે એવું જ આપજે
પ્રેમ આપે તો રાધા જેવો આપજે
ને દોસ્ત આપે તો સુદામા જેવો આપજે
ભક્ત બનાવે મુજને તો નરસિંહ મહેતા જેવો બનાવજે
ને ભક્તિ કરાવે તો મીરા જેવી કરાવજે
પૈસો આપે તો અભિમાન ના થાય એવો આપજે
સારા કામ માં વપરાય એવી બુદ્ધિ સાથે આપજે
#ચુંબક