Gujarati Quote in Poem by Vaishali Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે જોઈએ છે આઝાદી,
આ જુઠા સંબંધોમાંથી,
જે જરૂર પડે કામમાં નથી આવતાં.

મારે જોઈએ છે આઝાદી,
આ જુઠા રીતિ-રિવાજોમાથી,
જ્યાં એનાં નામ પર લોકોનાં સપનાં પર રોક લાગે છે.

મારે જોઈએ છે આઝાદી,
આ જુઠા હાસ્યમાંથી,
જે મને ઝેર કરતાં પણ વધારે કડવું લાગે છે.

મારે જોઈએ છે આઝાદી,
આ જુઠા સગપણમાંથી,
જ્યાં દરેકને ખુશ રાખવા,
મારે મારી ખુશીઓને નજરઅંદાજ કરવી પડે છે.

મારે જોઈએ છે આઝાદી,
આ જુઠા પ્રેમમાંથી
જ્યાં ડગલેને પગલે મારો પ્રેમ સાબિત કરવો પડે છે.

મારે જોઈએ છે આઝાદી,
આ ભ્રષ્ટાચારથી ખદબદતા સમાજથી,
જ્યાં ઈમાનદાર જીવતેજીવ મરી જાય છે,
આને ભ્રષ્ટાચારીઓ મેવા મલાઈ ખાય છે.

મારે જોઈએ છે આઝાદી,
આ ખોખલી શિક્ષણ પદ્ધતિથી,
જ્યાં તમારી પરિક્ષાના ગુણ જોવાય છે,
એની પાછળની મહેનત નથી જોવાતી.

મારે જોઈએ છે આઝાદી,
આ જુઠા જગતમાંથી.

- વૈશાલી પરમાર

Gujarati Poem by Vaishali Parmar : 111543982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now