મૌન હતું હોઠ પર
પણ હદયમાં નહીં
પ્રેમ હતો અંતરથી
પણ બહાર નહીં
કહી જાણ્યું કેટલી રીતે
પણ ભાસ્યુ તને નહી
હદય હતું તારા માટે
પણ ગમ્યું તને નહી
શબ્દો હતા તારા માટે
પણ સાંભળ્યા તે નહીં
મસ્ત હતી તું બીજાના રંગ રોગાન માં
એટલે મારો પ્રેમ તને લાગ્યો નહીં
હદયના દ્વાર આજે પણ ખુલ્લા તારા માટે
પણ તને લાગ્યું નહીં
મૌન હોઠ પર હતું
એટલે મારો પ્રેમ તને સમજાયો નહીં