#ચુંબક
શું તું ચુંબક તો નથી ને ?!
ત્યારે ચહેરા નું આકર્ષણ પણ ત્યાં આછું પડ્યું
જયારે તારા વ્યક્તિત્વ સાથે મીઠી મુલાકાત થઇ
આ આકર્ષણ નું કારણ ?!
શું તું ચુંબક તો નથી ને ?!
ત્યારે તારા વર્તન નું આકર્ષણ પણ આછું પડ્યું
જયારે તારા વર્તન પાછળ ની મારા પ્રત્યે ની ચિંતા ની જાણ થઇ
આ આકર્ષણ નું કારણ ?!
શું તું ચુંબક તો નથી ને?!
ત્યારે તારી વાતો નું આકર્ષણ પણ આછું પડ્યું
જયારે તારી લાગણી ઓ વિશે ભાન થયું
આ આકર્ષણ નું કારણ?!
શું તું ચુંબક તો નથી ને ?!
ત્યારે તારા શરીર નું આકર્ષણ પણ આછું પડ્યું
જયારે તારી આત્મા સાથે મારુ મિલન થયું
આ આકર્ષણ નું કારણ?!
શું તું ચુંબક તો નથી ને ?!
-પર્લ મહેતા