Dt.17.8.20 સોમવાર.
*આજ નો મંત્ર * V:વ્યવસ્થિતતા ના ગુણ નો વિકાસ.
આપણે કોઈ સામાજીક સંસ્થા, ઔધોગિક સંસ્થા કે કોઈ વ્યવસ્થિત કુટુંબ માં જઈ એ અને ત્યાં ની સુઘડ વ્યવસ્થા જોઈ એ તો તેના અવશ્ય વખાણ કરી એ છીએ.
જે સંસ્થાઓ ટોપ મેનેજમેન્ટ વાળી છે તેમના માં 1.યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ ની, યોગ્ય જગ્યા એ, યોગ્ય કામ કરવા માટે પસંદગી કરવી. 2.દરેક વસ્તુ યોગ્ય રીતે, યોગ્ય જગ્યા એ વ્યવસ્થિત મુકવી. આ સામ્યતા જોવા મળે છે.
આજે આપણે ચાલશે અને આવુજ હોય તે સમય માં જીવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થાય શામાટે? કોઈપણ કામ ઝાંગડ કરો કે વ્યવસ્થિત કરો સમય માં બહુ ફેર પડતો નથી. ઉપર થી સમય નો બચાવ થાય છે, તો જે કામ કરી એ તે વ્યવસ્થિત ના કરી શકી એ?
દરેક માતા પિતા તેમના બાળકો માટે રોડમોડેલ હોય છે. બાળકો તેમનુ અનુકરણ કરી ને શીખે છે. તેથી બાળકો ને ચંપલ તેની જગ્યા એ વ્યવસ્થિત મુકવા, પુસ્તક અને દફતર યોગ્ય જગ્યા એ મુકવા, કચરો ડસ્ટબીન માંજ નાખવો, ટ્રાફિક ના નિયમો નું પાલન કરવુ વિગેરે - કેળવણી નાનપણ થીજ આપવા માં આવે તો તેના માં વ્યવસ્થિતતા નો ગુણ વિકાસ પામે છે.
વ્યવસ્થિતતા ના ગુણ ના કારણે આપણે સમાજ માં કોઈ ને અગવડ રૂપ કે અડચણ રૂપ બનતા નથી. તેથી એક સારા નાગરિક અને સારા વ્યક્તિત્વ ની છાપ ઉભી કરી શકીયે છીએ.
*Perfection consists not in doing extraordinary things but in doing ordinary things extraordinarily well*
*Perfection is not attainable but if we chase perfection, we can catch excellence *
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏