પ્રભુ શું, હંમેશા આમ જ થાતું???
શું તારી દુનિયામાં પ્રભુ, હંમેશા આમ જ થાતું?
ખીલતાં ફુલોને, કળીઓનું, મરણ થાતું!
ફાલતાં બાવળોને, ગુલાબ હંમેશા મુરઝાતું!
શું તારી દુનિયામાં પ્રભુ, હંમેશા આમ જ થાતું?
વરસે અનરાધાર વને વને, 'ને પ્યાસું રણ રહી જાતું!
દુકાળ માનવીના મનમાં ને, મંદિર તારુ હંમેશા છલકાતું!
શું તારી દુનિયામાં પ્રભુ, હંમેશા આમ જ થાતું?
પુજાતા પથ્થરો 'ને, ગરીબ જન, હડધૂત થાતું!
ચડાવાતા રાજભોગ મંદિરે, 'ને ભૂખે ટળવળતું લોક!
શું તારી દુનિયામાં પ્રભુ, હંમેશા આમ જ થાતું???
Neha Desai, USA