Gujarati Quote in Poem by Neha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોને ખબર!!!

સુરજ ઉગ્યો એમ
કે, દિલમાં થયો પ્રકાશ
કોને, ખબર?

પંખી ટહુકયું એમ
કે, થયું શુભ પ્રભાત!
કોને, ખબર?

વસંત મહોરી એમ
કે, ખીલ્યું કોઈ ગુલાબ!
કોને, ખબર?

ગુલમહોર રાતો થયો એમ
કે, ટશર ફુટી ગાલ
કોને, ખબર?

થયું દિલ બેકાબૂ એમ
કે, સ્મરણ થયું કોઈનું ખાસ
કોને, ખબર?

વરસી હેલી એમ
કે, થયો ઝરમર વરસાદ!
કોને, ખબર?

કલમથી વહયા શબ્દો!
કે, શબ્દોથી રેલાયા સ્મરણો!
કોને, ખબર?


Neha Desai,USA

Gujarati Poem by Neha : 111543749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now