કદી....હોતું હશે?
એટલું તે વહાલ,
કદી કોઈનું, હોતું હશે?
આંસુ પણ ત્યાં,
કદી કોરું વહયું હશે!
એવી તે ભીનાશ,
કદી હોતી હશે?
મનની પણ ત્યાં,
અવળી ગતિ, થઈ હશે!
શીત લહેર શું,
એવી હોતી હશે!
લાગણી પણ ત્યાં,
કદી,થીજી ગઈ હશે!
ફુલની સુગંધ શું,
એવી હોતી હશે?
ભ્રમર પણ માર્ગ ત્યાં,
કદી, ભુલયો હશે!
હાર એવી માનવીની શું,
કદી, હોતી હશે?
જીત પણ ખુદથી ત્યાં,
કદી, હારી હશે!
મન એવું તે શું,
કદી, કોઈનું તુટયું હશે?
સોય દોરાથી પણ ત્યાં,
કદી, સંધાયું હશે!!
હિંમત આમ શું,
એવી કદી, હોતી હશે?
મંઝીલ પણ ત્યાં,
કદી રાહી માટે, થોભી હશે!
મોત એવું તે શાનદાર શું,
કદી, હોતું હશે?
જિંદગી પણ ત્યાં ખુદ પર,
કદી, રડી હશે!!!
Neha Desai, USA