એમ થાય છે!!!
એક પરપોટા જેવી,
જિંદગી જીવાય છે,
દરેક શ્વાસનું, આવાગમન
એમ, થાય છે!
બંધ ઓરડામાં,
પ્રકાશ રેલાય છે,
સંબંધોની, આવનજાવન,
એમ, થાય છે!
આંસુઓનાં પાલવડે,
રાત હીબકે ચડી જાય છે,
સપનાંઓ બંધ આંખોમાં,
એમ, ડોકાય છે!
વિતેલી એ વાતોનું,
સંસ્મરણ થાય છે,
અંધારી રાતમાં આગિયા,
એમ, ચમકી જાય છે!
લાગણી અને પ્રેમની,
કિંમત સમજાય છે,
કોઈકની છબી જયારે,
દીવાલે, લટકી જાય છે!
હજારો પ્રયત્ને,
કિસ્મત ચમકી જાય છે,
જ્યારે, નશીબ આડેથી,
પાંદડું, ખસી જાય છે!!!
Neha Desai, USA