પ્રેમ જો મળતો રહે તો તારી પાસે આવવું છે,
તારી લાગણીમાં ચુંબક ની જેમ ચિપકવું છે,
તું નજર થી નજર મારી સામે મિલાવી તો જો,
મિલન નું આકર્ષણ બની જશે આપણા પ્રેમનું,
પ્રેમ ભરી વાતો ની એક મુલાકાત તો કરી જો,
એકમેક માં પરોવાઈ જશું એન એસ ની જેમ,
ઉતાવળ કરીશ નહિ મને મળવા આવવાની,
મારા માં રહેલી શક્તિ આપોઆપ તને ખેંચી લાવશે,
પ્રેમ નું લોહ લઈ જો આવે મારી પાસે તો,
ચીપકી જઈશ હંમેશા તારા પ્રેમના લોહ માં,
જીત ગજ્જર
#ચુંબક