મારી નાવડી ને તું સાંભળ
___________________
મારી નાવડી હાલક ડોલક થાય,નાવડી ને તું સંભાળ,
એ શંખેશ્વર પાર્શ્વનાથ,મારી નાવડી ને તું સંભાળ.
સંસારી પવન એવો સૂસવાટા મારે, મોહ માયા નાં મોજા ચડ્યા છે તોફાને, જોજે
ધર્મ સઢ ન તૂટી જાય,
મારી જીવન નૈયા હાલક ડોલક થાય,નાવડી ને તું સંભાળ, એ મારા શખેશ્વર પાર્શ્વનાથ.
કાળા દિબાંગ એવા કામ ક્રોધના અંધારે દિશા ઓ નાં દેખાય,
ઈર્ષા ને સ્વાર્થ તણી લહેરો છે જાગી,તું મારી નાવડી ને હંકાર,
એ મારા શંખેશ્વર પાર્શ્વનાથ,તું મારી જીવન નૈયા ને સંભાળ.
સોના - રૂપા નો સાગર વિશાળ છે,કિનારો દૂર દૂર જાય,
એમાં સગા સંબંધી ની માયા,નાવડી ને તાણી જાય,તું નાવડી ને સંભાળ,
મારી નાવડી હાલક ડોલક થાય,તું નાવડી કિનારે પહોંચાડ .
એ મારા શંખેશ્વર પાર્શ્વનાથ,મારી નાવડી ને સંભાળ.