શેર લોહી નામ મારું આવતાં વધશે તને
સ્પર્શ ભાવે મારામાં ભળવું સતત ગમશે તને
ખાલિપાનો ભાર ત્યારે બેઉનો સરખો હશે
સત પછી મારી કમીનું રાતના ચડશે તને
સાધુતાને આશિકી બેઉનો સંગમ જોઇ લે
આ સુફીં અંદાજમા કાવ્યો ગઝલ ભજશે તને
ભાર જ્યારે ખાલી ક્ષણનો જ્યાં ઉપરવટ થાય તો
શબ્દ દિલમાથી નીકળવા રોજ કરગરશે તને
બોધ અમથૉ કોઇ આપે તો કદી ગમતો નથી
પણ ગઝલ દ્રારા કહે તો દાદ પણ મળશે તને
મોહ જ્યારે માનવીથી લઇને ચાહતનો છુટે
રાહ ઇશ્વરનીય સામેથી નજર ચડશે તને
જળની એ કૃત્રીમતા છે જળ નથી જાણી લે તું
આંસુ એનાં બાખુબીથી દોસ્ત છેતરશે તને
તે મહોતરમાના નામે કેટલી ગઝલો લખી
જિંદગીના પાના પર ક્યારે હવે લખશે તને
– નરેશ કે.ડૉડીયા