સીતા માસી એ અત્યાર આખ્ખી જિંદગી પહેલા ભણવામાં અને પછી ઘર સાચવવા અને નોકરી કરવા માં જ વ્યતીત કરી હતી. આ વર્ષે તો તે નોકરી માં થી નિવૃત્ત થવાના હતા. મેં છેલ્લે ફોન કર્યો ત્યારે મને કહ્યું હતું કે, " આ ડિસેમ્બર ની 31થી તો મને નવરાશ જ છે. તારી મમ્મી સાથે મારી ટીકીટ કરાવજે, સાથે જ શિરડી અને ઓમકારેશ્વર જવું છે. કેટલા વર્ષો થી અમારે બંને બહેનો એ સાથે જવું છે તો આ ફેબ્રુઆરી માં જઇ જ આવીએ." ખૂબ રાજી થઈ ને મેં યોજના કરી દીધી હતી.
ઉત્તરાયણ ને દિવસે ધાબે પતંગ ની મજા લેતાં હતા ત્યાં તો ફોન આવ્યો અને માસી ના સાંજે અંતિમ સંસ્કાર કરી આવ્યા. શોક મુક્યાં પછી થોડી હિમ્મત ભેગી કરીને મમ્મી સાથે વાત કરી કે હું તમારી સાથે યાત્રા પર આવીશ, ચાલો જઇ આવીએ. મમ્મી એ નવરાશ ની રાહ જોવાનું છોડી ને મંજૂરી આપી જ દીધી.
#નવરાશ