નવરાશ મળે કામથી મારેય,
વન - વન ઘૂમવું છે
પ્રકૃતિનું સુમધુર સંગીત સાંભળવું છે,
ડુંગર કેરી માળે જઇ વાદળોને ચુમવું છે,
ખળખળ વહેતાં ઝરણાં સંગે રમવું છે.
નવ રાશથી *રાશ એટ્લે દોરડું.
કામ, ક્રોધ, મદ, મોહ, લોભ,ઈર્ષા,મત્સર દ્વેષ,રાગ
બંધાયેલો બળદ છું
સંસાર ધાણીમાં મારી ઇચ્છાઓને પીલું છું
ને રોજ મારા સપનાઓનું તેલ કાઢી
આજનો દીવો બાળુ છું.
નવ રાશ થી નવરાશ મળે તો મુજને મારે મળવું છે.
#નવરાશ