Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જીવનનો કક્કો*

ક...દી રિસાવું નહિ
ખ... રાબ લગાડવું નહિ
ગ.. રમ મિજાજ રાખવો નહિ
ઘ..રને મંદિર બનાવી રાખવું
ચ..તુરાઈ બધે ના દાખવવી
છ..ળ ક્યારેય ન કરવું
જ..નમ સફળ કરવો
ઝં..ખના સારી વસ્તુની રાખવી
ટ.. કટક ના કરવું
ઠ..પકો મોટાનો સાંભળી લેવો
ડ..ર ભગવાનનો રાખવો
ઢ..ગલા બંધ કામમાં કંટાળો ના કરવો
ત.. રફદારી સાચાની કરવી
થ.. કાવટ મહસુસ ના કરો
દ..રદ ને નજર અંદાજ કરો
ધ..રમમાં રુચિ ધરાવો
ન..ફ્ટાઈ ક્યારે ન કરવી
પ.. ક્ષપાત ના કરવો
ફ.. સાવવું નહિ કોઈ ને
બ.. મણું આપતા શીખો
ભ.. ગવાનનો પાડ માનો
મ..રજી મુજબ ના વર્તવું
ય..શ માટે ના જીવવું
ર..સ્તા ખોટાં ના અપનાવવા
લ..ક્ષ્ય પાક્કું રાખવું
વ..ગર પૂછે જવાબ ન આપવો
શ..રમનું ઘરેણું અપનાવવું
સ..રસ વાણી બોલવી
ષ.. ડયંત્ર ના રચવું
હ..સતું મુખ રાખવું
ક્ષ.. ક્ષમાપના આપો
ત્ર...ટીને માફ કરી દયો
જ્ઞ.. જ્ઞાન મેળવો

Gujarati Motivational by અમી વ્યાસ : 111542737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now