પ્રકાશ મહેતા ને શ્રંધાંજલી
___________________
તારી હસી માં જ અમે ખુશ ખુશાલ હતા,
તારી વાતો માં જ અમારા મસ્ત હાલ હતા,
બાળ મંદિર થી જ આપણે સ્કુલ નાં ભેરૂ હતા,
મળતા ત્યારે લાગતું કે એકબીજા નાં હૃદયનાં શેરું હતા.
તું હૉસ્પિટલ ગયો ત્યારે પણ અમે એવું માનતા હતા,શેર પ્રભુ ને પણ આવજો કહેશે અને સાજો થઈ પાછો ફરશે એવું જાણતા હતા.
નહી આવું એવું ક્યાં કહ્યું તું તે જતા જતા?
રાસલીલા ઓ બધી કૃષ્ણ ની અમે જાણતા હતા,
પણ ગીતા માં આવી કરૂણ કથા લખી છે, એને થી અમે અજાણ હતા.
વારસો દોસ્તી નો પણ તું કોઈ ને આપી જજે, બાકી વારસા માં કોઈ બીજો
' પ્રકાશ ' ' જયવંત ' ને મળી જાશે કે નહીં ક્યાં ગણાતા હતા.?
#વારસો