#વારસો
વારસો શબ્દ નો બે રીતે અથઁઘટન કરી શકાય.
૧.....સંસ્કૃતિ નો વારસો
૨.....,,સંપતિ નો વારસો
આપણે આપણા ભારત દેશને સમૃદ્ધ અને ગૌરવપૂણઁ બનાવવો હોય તો
સૌથી પહેલા દરેક મા બાપે પોતાના સંતાનોને સંસ્કૃતિ નો વારસો આપવો જોઈએ, નહી કે સંપતિ નો.
કહેવત છેકે કુમળા છોડ ને વાળો તેમ વળે.
સંતાનો નાના હોય ત્યારે જ તેમની ઉંમર મુજબ જે શિખવાડવાના આવે તે બધુ જ શીખે છે.
દરેક મા બાપ એવું વિચારતા હોય કે સંતાનોના ભવિષ્ય માટે સંપતિ એકઠી કરુ.
સાચી વાત છે. પણ સંપતિ નો અતિરેક નુકસાન કંતાઁ પણ છે.આગળ જતા મહાભારત પણ રચાઈ શકે છે. અથવા તમારા સંતાનો પોતાની જવાબદારી પત્યે બેદરકાર પણ થઈ શકે.
કારણ..,,,,, તે પૈસા તેણે જાતે કમાવેલા નથી.
માટે જ, જ્યારે સંતાનો નાના હોય ત્યારથી જ શિક્ષણ નું મહત્વ , મહેનત, આપસમા ભાઇચારો, સંતોષ વગેરે
શબ્દો નો પરિચય કરાવતા રહેવું જોઈએ.તેમને એક સ્વસ્થ નાગરિક તરીકે ઉછેરશો તો આગળ જતા પોતાના કૌશલ્ય દ્વારા સંપતિ તો કમાઈ જ લેશે.
નાનપણથી જ સંતાનોની મહત્વાકાંક્ષા ઓળખી તેમની આવડત ને બહાર લાવી તેને તેની રીતે આગળ વધવાનું પ્રોત્સાહન આપવું જોઈએ.