સરહદ પર
સપનાઓ તમે આજે ભરપૂર જોયા કાલે જશો પૂરા કરવા,
પણ હુ તો અહીં જ બેઠો હોઇશ કાલે પણ આ સરહદ પર
તમારી સુખ-સાહ્યબી પુરી કરવા સુખ-સાહ્યબી મે છોડી છે ,
એવુ ક્યારેય નહિ ઉચ્ચારુ જુઓ આ બેઠો હુ સરહદ પર
રંગોથી હોળી સરસ રમાય છે ને તમારે હુ પણ રમતો નાનો હતો ત્યારે ,
હમણાં તો લાલ રંગથી રમાય છે બીજો કોઇ રંગ નથી અત્યારે આ સરહદ પર
શિયાળે હીટર અને ઉનાળે એ.સી મજાના લાગતા હશે નહિ!
ઉપર આકાશ ,નીચે ધરતી ના કોઇ ઋતુનું ભાન અમારે આંહી સરહદ પર.
આંતરિક જુવાળો ઘટાડો એવી પ્રેમભરી આજીજી છે ઓ બંધુઓ
બીજા ઘણા છે કામ અમારે આંહી સરહદ પર.
સાંભળવીતી દેશભક્તીની કવિતાઓ અમારે પણ ઓ હર્ષિત
આવે છે માત્ર બંદૂકની ગોળીઓના અવાજ અમને આહીં સરહદ પર.