#વારસો
હા, ભારતે મને વારસા માં આપ્યા....
સત્ય અહિંસા ના પાઠ
'ને ગર્વ હિમ્મત ભર્યો ઉત્સાહ
હા, ભારતે મને વારસા માં આપ્યા....
ઋષિ ઓ નું જ્ઞાન અમૂલ્ય
'ને આયુર્વેદ ની દેણ મહાન
હા, ભારતે મને વારસા માં આપ્યા....
મોક્ષ ને ભક્તિ ના માર્ગ
'ને નૃત્ય સંગીત ની કલા
હા, ભારતે મને વારસા માં આપ્યા....
ભારતીય પોશાક ની ગરિમા
'ને પોષણ ભારતીય ખોરાક નું
હા, ભારતે મને વારસા માં આપ્યા....
ગીતા નો પવિત્ર સાર
'ને જન ગણ મન માં દેશ નો ગર્વ
હા, ભારતે મને વારસા માં આપ્યા....
પૃથ્વી નું સ્વર્ગ કાશ્મીર
'ને ધાર્મિક સ્થળો ની શ્રદ્ધા મીઠી
હા, ભારતે મને વારસા માં આપ્યા....
સંસ્કૃતિ પરોપકાર ની
'ને સંસ્કાર સદા નમન ના
હા, ભારતે મને વારસા માં આપ્યા....
-પર્લ મહેતા
સ્વાતંત્ર્ય દિવસ ની ખૂબ ખૂબ શુભકામના 🇮🇳