જેને નાથવા લડ્યા, એટલો જ ફુલ્યો ભ્રષ્ટાચાર,
શું ખરેખર #વારસો ભૂલ્યા, અમારા વારસદાર..??
પૂછે છે આજ પ્રશ્ન, સાથે મળીને દુશ્મનો સામે લડનાર,
શું એકતાનો #વારસો વિસર્યા, અમારા વારસદાર..??
પૂછે છે આજ પ્રશ્ન, આઝાદી માટે મર-મીટનાર,
શું ખરેખર સાચવે છે #વારસો , અમારા વારસદાર..??
#વારસો
- ભાવિક પ્રજાપતિ