શિર્ષક- સ્ત્રી નો વારસો
શું મળ્યું સ્ત્રી ને આ વારસામાં
દુઃખ સહન કરવાની તાકાત
આ દંભી સમાજ માટે ગાલ લાલ રાખી ને હસતા રહેવાની આદત
લોકોની લાગણી ખાતર હંમેશા ચૂપ રહેવાની અને સહન કરવાની દુનિયા ની આ નફરત
નથી જોઈતો આ વારસો
નથી બનવું સહનશીલતા ની મૂર્તિ
નથી સાચી ઠેરવવી મારે એ કહેવત કે ગાય ને દીકરી દોરે ત્યાં જાય
ખંચેરી નાખો આ વારસા નો પરદો
કરી લો દુનિયા મુઠ્ઠી મેં ને બતાઈદો દુનિયા ને એક સ્ત્રી ની તાકાત
સમજાવો એ દંભી સમાજ ને કે તારી કહેવતમાં ખોટ છે
સ્ત્રી ની બુદ્ધધી પગની પાની માં નહીં પણ તારા સમજવામાં જ કોઈ ખોટ છે
#વારસો