Gujarati Quote in Hiku by Mastermind

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હાઈકુ #સંગ્રહ
*આઈ મિસ યુ દોસ્ત*

શિયાળે સાથે
તાપતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

ઉનાળે સાથે
ગોળો ખાતા દોસ્તો... સૌ
પરણી ગયા.

ચોમાસે સાથે
પલળતા દોસ્તો... સૌ
પરણી ગયા.

સવારે સાથે
સ્કૂલે જતા દોસ્તો... સૌ
પરણી ગયા.

બપોરે સાથે
ટિચાતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

સાંજના સાથે
રમતાં 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

શેરી માં સાથે
રહેતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

રાતના સાથે
રખડતાં દોસ્તો... સૌ
પરણી ગયા.

રાત-દી સાથે
રહેતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

પતંગ સાથે
ચગાવતા દોસ્તો... સૌ
પરણી ગયા.

હોળી એ સાથે
રંગતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

મટકી સાથે
ફોડતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

ગરબે સાથે
ઘૂમતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

દિવાળી સાથે
ઉજવતા દોસ્તો... સૌ
પરણી ગયા.

બર્થડે સાથે
મનાવતા દોસ્તો... સૌ
પરણી ગયા.

મેળામાં સાથે
મહાલતા દોસ્તો... સૌ
પરણી ગયા.

સિનેમા સાથે
નિહાળતા દોસ્તો... સૌ
પરણી ગયા.

હોટલે સાથે
જમતાં 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

કટિંગ સાથે
પીતા હતા દોસ્તો... સૌ
પરણી ગયા.

ભજિયાં સાથે
ઝાપટતા દોસ્તો... સૌ
પરણી ગયા.

બીડીઓ સાથે
ફૂંકાતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

બાટલી સાથે
ફોડતાં 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

સિટીઓ સાથે
વગાડતાં દોસ્તો... સૌ
પરણી ગયા.

લાઈન સાથે
મારતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

પ્રેમમાં સાથે
પડતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

ખુલ્લામાં સાથે
મૂતરતા દોસ્તો... સૌ
પરણી ગયા.

બુખારો સાથે (પત્તાની એક રમત)
ટિચતા તા દોસ્તો... સૌ
પરણી ગયા.

કેરીઓ સાથે
ચૂસતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

ભણવા સાથે
બેસતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

ક્લાસ માં સાથે
ભણતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

પરિક્ષા સાથે
આપતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

દિવાલો સાથે
કૂદતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

વંડીઓ સાથે
ઠેક્તા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

નાટકો સાથે
ભજવતા દોસ્તો... સૌ
પરણી ગયા.

જાનમાં સાથે
નાચતાં 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

દરિયો સાથે
ઘૂઘવતા દોસ્તો... સૌ
પરણી ગયા.

દુશ્મનો સાથે
લડતા તા દોસ્તો... સૌ
પરણી ગયા.

ભેરુઓ સાથે
ઝઘડતા દોસ્તો... સૌ
પરણી ગયા.

ડબલ સાથે
ચલાવતા દોસ્તો... સૌ
પરણી ગયા.

બિન્દાસ સાથે
ભટકતા દોસ્તો... સૌ
પરણી ગયા.

દાયકા સાથે
જીવ્યા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

તાળીઓ સાથે
આપતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

શરતો સાથે
મારતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

હંમેશા સાથે
હસતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

સપના સાથે
સીંચતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

જીવન સાથે
માણતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

એકાંત સાથે
ટ ટળતા દોસ્તો... સૌ
પરણી ગયા.

યાદોને સાથે
ફંફોસતા દોસ્તો... સૌ
પરણી ગયા.

સંતાનો સાથે
સંતાતા 'તા દોસ્તો... સૌ
પરણી ગયા.

પત્નીઓ સાથે
ગમાડતા દોસ્તો... સૌ
પરણી ગયા.

બૈરાઓ સાથે
બાખડતા દોસ્તો... સૌ
પરણી ગયા.

મા -બાપ સાથે
બગાડતા દોસ્તો... સૌ
પરણી ગયા.

Gujarati Hiku by Mastermind : 111541758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now