Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ઓર્થોપેડિક સર્જન હોવા છતાં હું હંમેશા પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે અને કોઈને પણ ફ્રેક્ચર ના કરે👉આજનો ચર્ચાનો વિષય છે... ફ્રેક્ચરથી કેવી રીતે બચવું...👈
*મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે આવે તો હાથ કે પગમાં આવેલા મોટા હાડકા પણ ઘરમાં લપસી કે પડી જવાથી તૂટી જાય છે.*
*એક વખત ખાટલો આવે એટલે બીજી પચાસ બિમારીઓ ઘર કરી જાય છે. ભાઠા પડે, પેશાબમાં પરુ થાય, કિડની બગડે, પાચન ક્રિયા બગડે, કબજિયાત થાય, દર્દી એકવાર પથારીવશ થાય એટલે કોલેસ્ટેરોલ, ડાયાબીટીસ, લકવો અને હૃદય રોગ પણ થાય. શરીર ખોખલું થઈ જાય.*
*માત્ર ભારતમાં જ નહિં આખા વિશ્વમાં પણ ૫૧% સિનિયર સિટીઝનનાં મૃત્યુ થાપાના ફ્રેક્ચર થયાનાં એક વર્ષમાં થાય છે.*
*જો આપની ઉંમર ૫૦ કરતા વધારે હોય અને ઉંમર ભલે નાની હોય પણ જો આપને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર , કિડની કે હૃદયની બિમારી હોય તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા...*
*👉થાપાના ફ્રેકચરથી કેવી રીતે બચવું... જાણો ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર પાસેથી...👈*
*💁‍♂૧ : હાડકાને મજબૂત રાખવા યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય થાય તેવું કેલ્શિયમ ફૉસ્ફરસ વિટામિન ડી - સી - કે લેવું*.
*💁‍♂૨ : કુદરતી વિટામિન ડી માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ દિવસ સવારના કૂણા તડકામાં શરીર તપાવવુ.*
*💁‍♂૩ : હળવી કસરતો કરવી. વજન ઉપાડવાવાળી ભારેખમ કસરતો મોટી ઉંમરે કરવી જોખમી છે. ચાલવા જાવ, તરવા જાવ, સાયકલ ચલાવો. આમાનુ કશું ના કરો તો અડધો કલાક હિંચકા પર બેસવાથી પણ પગની કસરત થાય.*
*💁‍♂૪ : હિપ ફ્રેકચર પ્રોટેકશન પેડ વિદેશોમાં આસાનીથી મળી જાય. આપણે ત્યાં હજી બધે મળતા નથી.*
*💁‍♂૫ : ડાયાબિટીસ, બી.પી., કિડની, થાયરોઈડ. અને અન્ય રોગોની દવા નિયમિત લેવી. કેટલીક દવાઓ જેમકે *ફિનીટોઈન, હાડકાને પોલા કરી નાખે છે. આવી દવા લેતા હોય તો એના વિશે જાણી લેવુ*.
*💁‍♂૬ : એકદમ ઝટકા સાથે પથારીમાંથી, સોફામાંથી કે ખુરશીમાંથી ઊભા ના થઈ જવું.એકદમ માથું ના હલાવવું, એકદમ વાંકા ના વળવું. ઉઠીને પહેલા ત્યાં જ સૂતાં-સૂતાં કે બેઠા-બેઠા હાથ પગને ૪-૫ મિનીટ સુધી વાળવા અને ખોલવા. સીધા જ બેઠા થઈ જવાને બદલે એક પડખું ફરીને થોડી હલન ચલન કરવી અને પછી સપોર્ટ લઈને બેઠા થવું. બેસીને તરત એક ગ્લાસ પાણી પીવું અને જો એક ગ્લાસ શક્ય ન હોય તો એક-બે ઘૂંટડા પાણી અવશ્ય પીવું.*આમ કરવાથી શરીરમાં લોહી ફરતું થશે અને ઊભા થવાથી પોશ્ચુરલ હાયપોટેન્શન થવાની શક્યતા ઘટશે. એકદમ ઊભા થવાથી બ્લડપ્રેશર તરત જ ઘટી જાય છે અને મગજને પૂરતું લોહી મળતું નથી અને ચક્કર કે આંખે અંધારા આવી જવાથી પડી જવાય છે.બ્લડપ્રેશર ઘટી ના જાય એ માટે જરૂર પૂરતું પાણી-પ્રવાહી પીવો.*
*💁‍♂૭ : શરમ વગર લાકડી કે વૉકર રાખો. લાકડી હશે તો પડવાની સંભાવના ઘટશે. હાડકું ભાગીને કે બ્રેઈન હેમરેજ કરીને ડૉકટરની બી.એમ.ડબલ્યુ. કે મર્સિડીઝનાં એક-બે હપ્તા ભરવા કરતાં ૧૦૦-૨૦૦ રૂપિયાની એક મજબૂત લાકડી વાપરવી સારી*.
*💁‍♂૮ : *દરરોજ પૂરતી ઊંઘ લો. ઊજાગરા અને જાગરણો ના કરો. દરરોજ પૂરતું પૌષ્ટિક ભોજન પણ લો. લીલા શાકભાજી, કઠોળ, દાળ, સુપ, સલાડ, સ્પ્રાઉટ્સ ખાવ. અધૂરી ઊંઘ અને કામ વગરના નકોરડા ઉપવાસ વખતે શુગર અને બ્લડપ્રેશર વધઘટ થઈને પડી જવાની શક્યતાઓ વધી જાય છે

Gujarati Blog by Jigs Hindustani : 111541628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now