આજકાલ કોરોના વાઇરસને લીધે બજારમાં જાતજાતના ને ભાતભાતના માસ્ક વેચાઇ રહ્યા છે તો જો તમારે ખરીદવું હોય તો તમારે ઘણી જીણાવટ ભરી તપાસ કરીને જ માસ્કને જ ખરીદવું, હાલ બજારમાં કોટનના, ટેરીકોટન, તથા નાયલોનના એવા ઘણા અલગ અલગ કાપડમાંથી બનતા માસ્ક મળેછે માસ્કની ડિઝાઇનમાં કોઇ જ અલગ અલગ બનાવટ આવતી નથી કે આ લેડીઝના છે કે આ જેન્સનાછે દરેક જણ દરેક જાતના માસ્ક પહેરી શકેછે કોઇને ડિઝાઇન વાળા પસંદ હોય તો કોઇને એક જ કલર વાળા પસંદ હોય જેવા તમને ગમે તેવા માસ્ક તમે ખરીદી શકોછો પણ હા તમારે તેમાં ખાસ જોવાનું એ છે કે તે કયા કાપડમાંથી બનેલા છે! ને તેનો રંગ કાચો છે કે પાકો! તે ખાસ જોવાનું કારણકે કાળી દોરીમાં મળતા માસ્કનો કલર દરરોજ ધોતી વખતે જતો હોયછે માટે તમે એ ખરીદશો તો તમારા બીજા કપડાંને તેનો કલર ધોતી વખતે ચોંટી જશે માટે સફેદ દોરીના માસ્ક વધુ અનુકુળ રહેશે બીજુ ઘણા માસ્ક ઇલાસ્ટીક દોરીના પણ મળેછે તેમાં તમને એક તકલીફ થશે કે તમે આખો દિવસ તે પહેરી રાખશો તો ખેંચાયેલી દોરીથી તમને કાન પાછળ થોડાક સમય પછી દુખાવો ઉભો થશે
ઘણા લોકો એવો કહેછે કે રોજ માસ્ક પહેરવાથી કાન આગળ બાજુ આવી જતા હોયછે આ પણ એક વિચારવા જેવી બાબત છે પણ તેનો ઇલાજ બસ એક જ છે કે તમે માસ્ક ખરીદતી વખતે તમારી સાઇઝના જ પસંદ કરો જેથી તમને કાનની તકલીફ નહી રહે.
માસ્ક પહેરવું એ કોઇ ફેશન નથી પણ આપણે કોરોના વાયરસથી બચવાનું છે
ને ખાસ તો સરકારના એક હજાર દંડથી!!